સુરત શહેર-જિલ્લામાં કોરોના વિદાયના પંથે : 15 કોરોના સંક્રમિત,55ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત,21 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાંથી કોરોના વિદાય લઇ રહ્યો તેવા અણસારો મળી રહ્યા છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.જેના કારણે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે.સુરત શહેર-જિલ્લામાંથી કોરોના હવે વિદાયના પંથે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 15 દર્દીઓ નોંધાયા છે.જયારે,કુલ 55 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 8 દર્દીઓ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,62,122 પર જયારે જિલ્લામાં નવા 7 દર્દીઓ સાથે કુલ કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 42,746 પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,04,868 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સદભાગ્યે શહેર-જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.જેથી, મૃતકોનો કુલ આંકડો 2236 યથાવત રહેવા પામ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 555 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 33 અને જિલ્લામાં 22 દર્દીઓ મળીને કુલ 55 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં કુલ 2,02,365 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.જેમાં, સુરત જિલ્લાના કુલ 42,101 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેર-જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 267 પર પહોંચી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *