
સુરત, 25 ફેબ્રુઆરી : માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના ગલતેશ્વર-ટીમ્બા-બારડોલીમાં રૂ.1410 લાખના ખર્ચે 17.4 કિ.મી. થયેલા રસ્તાના મજબુતી કરણનું લોકાર્પણ 26મી ફેબ્રુ.ના રોજ સાંજે 4 વાગે સુરત અઠવાલાઇન્સ સ્થિત અતિથિગૃહ ખાતે યોજાશે. જે અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં મંત્રીના હસ્તે રૂ.1875 લાખના ખર્ચે અતિથિગૃહના ફેઝ-2 અંતર્ગત થયેલા નવનિકરણનું લોકાર્પણ અને પલસાણા ખાતે રૂ.100 લાખની અંદાજિત કિંમતે આકારિત થનારા વિશ્રામગૃહનું ખાતમુહુર્ત કરશે.સુરત જિલ્લાના બારડોલી,કામરેજ અને માંડવી તાલુકાના ગલતેશ્વર-બારડોલી રસ્તાનું મજબુતીકરણ આ વિસ્તારના 8 જેટલા ગામોને ભારે વાહન યાતાયાતની સુવિધા ઉપલબ્ધ થશે.તેમજ રોજિંદ વાહન વ્યવહાર માટે આ રસ્તાની સુવિધા સુપેરે મળશે. જેમાં વિહાણ, શામપુરા,ટીમ્બા, ગલતેશ્વર, ખરવાસા, ડુંગર, બૌધાન, અરેઠ ગ્રામજનોને આ સુવિધાથી લાભાન્વિત થશે.
માર્ગ અને મકાન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સુરતના પ્રભારી અને નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઇ, કેન્દ્રિય રાજ્ય મંત્રી દર્શના જરદોશ,નવસારી સાસંદ સી.આર.પાટીલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શેહરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયા,અતિથિ વિશેષ સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા,જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ તેમજ ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત