
સુરત, 25 ફેબ્રુઆરી : વંચિતોના વિકાસને વરેલી રાજય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટેના મહાયણ એવા શહેરીકક્ષાના ગરીબ કલ્યાણ મેળો આવતીકાલે 26મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 9 કલાકે સંજીવકુમાર ઓડીટોરીયમ, પાલ ખાતે યોજાશે. આ અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદી તથા કૃષિ રાજયમંત્રી મુકેશપટેલ, ધારાસભ્યો,પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉ યોજાયેલા 18 ગરીબ કલ્યાણ મેળામાં 1.17 લાખ લાભાર્થીઓને રૂ.1,394,08 કરોડની સહાય ચુકવવામાં આવી હતી. હાલમાં બારમાં તબકકામાં તા.24,25 અને તા.26 ફેબ્રુઆરી-2022ના રોજ 33 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકા એમ કુલ-37 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરમાં તા.26મી ફેબ્રુઆરી-2022ના રોજ યોજાનાર 19માં ગરીબ કલ્યાણ મેળામાં અંદાજીત 23,742 લાભાર્થીઓને રૂ.207.69 કરોડની સહાય કરવામાં આવશે. તેમજ, સરકારના વિવિધ વિભાગો, બેંકો, વિકાસલક્ષી કોર્પોરેશન અને વીમા કંપનીઓ દ્વારા અમલ કરાતી યોજનાઓના લાભોનું એક સાથે, એક જ સમયે, એક જ સ્થળેથી વિતરણ કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત