
સુરત, 28 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે નિયંત્રણમાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.ત્યારે, ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા એંધાણો મળી રહ્યા છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે પુરેપુરો કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિ દિન શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.છેલ્લા 24 કલાકામ સુરત શહેર-જિલ્લામાં કુલ 11 દર્દીઓ આ મહામારીના કારણે સંક્રમિત થાય છે તો શહેર-જિલ્લામાં કોરોનાથી મુક્ત થયેલા કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 4 દર્દીઓ સાથે શહેરમાં અત્યાર સુધીમાં આ મહામારીના કારણે સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,62,158 પર પહોંચી છે.જયારે, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નવા નોંધાયેલા 7 દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંક 42,791 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 2,04,949 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં આ મહામારીમાંથી સુરત શહેરમાં મુક્ત થયેલા 8 અને જિલ્લાના 4 મળીને કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 2,02, 628 પર પહોંચ્યો છે.જેમાં જિલ્લાના કુલ 42,191 ડિસ્ચાર્જ પામેલા દર્દીઓનો સમાવેશ થાય છે.પ્રતિ દિન ઘટી રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાની સાથે સાથે હવે એક્ટિવ કેસો પણ ઘટીને 84 પર પહોંચ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત