સુરત : વિવિધ સમાજસેવીઓને સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયા

સ્થાનિક
Spread the love

સુરત, 28 ફેબ્રઆરી : એસોસીએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 168 સુરત અને 249 મુંબઈ નો ભવ્ય ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન રંગભવન ઓડિટોરિયમ, જીવનભારતી , નાનપુરા ખાતે યોજાયો હતો.જેમાં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અવિનાશ ઓહરી, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અનુપ મિત્તલ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નિતલ શાહ, પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઉષાબેન જાડાવાળા એ સમાજમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સમાજસેવીઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેતલ ગાંધી અને પરિમલ મોદીએ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.જયારે દિવ્યાંગ કલાકારો તથા એલ-આઇ સદસ્યોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. તેમના કાર્યક્રમોને ઉપસ્થિત લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *