કુદરતી કે માનવસર્જિત આપત્તિની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લાના ‘ આપદા મિત્રો ‘ સજ્જ

સુરત,31 માર્ચ : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના 17 જિલ્લાઓમાં અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સુરત જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ હેઠળ સુરત જિલ્લાના 200 જેટલા આપદા મિત્રોને ભરૂચ જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ […]

Continue Reading

સુરત : ચેમ્બરની લેડીઝ વીંગ આયોજિત સાયબર સુરક્ષા સેમિનારમાં મહિલાઓ- વિદ્યાર્થીનીઓને સાવચેત કરાઇ

સુરત, 31 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘મહિલાઓ માટે સાયબર સુરક્ષા’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સર્ટબરના નેટવર્ક પેન્ટેસ્ટર તેમજ એમેઝોન પ્રિન્સેસ ઇન સાયબર સિકયુરિટી (APC-India) ના એમડી સુમન કાલેના દ્વારા મહિલા સાહસિકો અને વિદ્યાર્થીનીઓને સાયબર સિકયુરિટીમાં […]

Continue Reading

સુરત : ભીમરાડની મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ‘ એક્ઝિબીશન-2022 ‘ યોજાયું

સુરત, 31 માર્ચ : રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ કાર્યરત સુરત જિલ્લાની એક માત્ર મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા- ભીમરાડ ખાતે તાલીમાર્થીઓના કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે માટે સ્વનિર્મિત કૃતિઓ, નમૂનાઓ અને ચાર્ટનું ‘ એક્ઝિબીશન-2022 ‘ યોજાયું હતું. જેમાં સંસ્થાના કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઈન ટેકનોલોજી, ઈન્ટીરીયર ડેકોરેશન અને ડિઝાઈન, કોસ્મેટોલોજી, હેલ્થ […]

Continue Reading

સુરત : કામરેજ તાલુકાના નવાગામ ખાતે પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

સુરત, 31 માર્ચ : કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિરના સભાગૃહમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે નેશનલ હેલ્થ મિશનના ANM અને સરપંચોને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી પરમાણું ઊર્જાનું આગવું મહત્વ સમજાવ્યું હતું. ડો.નિલમ ગોયલે જણાવ્યું હતું કે ભારતે સફળતાપૂર્વક “નવ નવરત્નો સાથે ગ્રામ […]

Continue Reading

આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન સુરતના પ્રવાસે

સુરત, 31 માર્ચ : આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન તા.3/4/2022ના રોજ સાંજે 6:30 વાગ્યે SVNIT- સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, પીપલોદના સભાગૃહમાં આયોજિત ઉત્કલ દિવસ સમારોહમાં હાજરી આપશે. રાત્રે 8:05 વાગ્યે સરકીટ હાઉસ આવશે. ત્યારબાદ 8:45 વાગ્યે સુરત એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે. અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Continue Reading

પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આયુર્વેદ અને હોમીયોપેથીનો આયુષ મેગા કેમ્પ યોજાશે

સુરત, 31 માર્ચ : નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, સુરત દ્વારા 3 એપ્રિલ- રવિવારે સવારે 9 થી 1 કલાક દરમિયાન પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત અલખધામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી આયુષ મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં ચામડી, સ્ત્રીરોગ, વંધ્યત્વ, બાળરોગ, ડાયાબિટીસ, જનરલ રોગો સહિતની બિમારીઓના તજજ્ઞ આયુર્વેદ અને હોમીયોપેથી […]

Continue Reading

નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓનું તાલીમ દ્વારા પુન:સ્થાપન કરવાની યોજના

સુરત,30 માર્ચ : રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય પૂરું પાડતી યોજના અમલી છે, જેમાં 18થી 40ની ઉંમરના લાભાર્થી નિરાધાર વિધવાઓને તાલીમ આપી પુન:સ્થાપન કરવા તા.1-8-03ના સુધારા ઠરાવથી યોજનામાં સ્વરોજગારલક્ષી તાલીમ આપ્યા બાદ સ્વનિર્ભર બનાવી પુન:સ્થાપન કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.રાજ્ય સરકારની આ યોજનાનો લાભ 18 […]

Continue Reading

સનસ્ટ્રોકથી થતી વિપરીત અસરો અને તેનાથી બચવા આટલું કરો

સુરત, 30 માર્ચ : હવામાનમાં આવતા પરિવર્તન અને ઉનાળાની વધુ પડતી ગરમીને કારણે આપણા આરોગ્ય પર વિપરીત અસર થતી હોય છે. જેથી લૂ લાગે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સાવચેતીનાં ખાસ પગલાંઓ લેવા જરૂરી છે.સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, […]

Continue Reading

સુરત : ઉધના રેલ્વે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા કરનારાને બિહારથી ઝડપી લેવાયો

સુરત, 30 માર્ચ : સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ટ્રેક વચ્ચે એક મહિલાની લાશ મળી હતી.પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.મહિલાની હત્યા કરીને લાશ અહી ફેકી દેવામાં આવી હતી.પોલીસે મૃતક મહિલા કોણ છે. તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરુ કરી હતી.પોલીસે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના […]

Continue Reading

ઉદ્યોગ સાહસિકોને સુરતથી મેકિસકોમાં ફેબ્રિકસ એકસપોર્ટ કરવાની વિશાળ તક

સુરત, 30 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝુમના માધ્યમથી ‘મેકિસકોમાં વ્યાપાર – ઉદ્યોગની રહેલી તકો’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે મેકિસકન ઇનકોર્પોરેશન મેકિસન્કના મેનેજિંગ પાર્ટનર અને લીડ કન્સલ્ટન્ટ એમેકા જોહ્ન એની એસ્ક દ્વારા ઉદ્યોગ સાહસિકોને મેકિસકોમાં વ્યાપાર – ઉદ્યોગની તકો વિશે મહત્વનું માર્ગદર્શન […]

Continue Reading