
સુરત, 1 માર્ચ : સુરત શહેરમાં બોગસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ આરટીઓની આરસી બુક પણ બનાવી આપતા હોવાની માહિતી પોલીસને મળી હતી.આ બાતમીના આધારે સુરત પોલીસે શહેરના ડિંડોલી સ્થિત આંગન રેસીડેન્સીમાં છાપો માર્યો હતો.છાપા દરમિયાન આ આખું કૌભાંડ આરટીઓ એજન્ટ સહિતની ટોળકી ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ કૌભાંડ ચલાવનારા 3 શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
સુરત પોલીસે આ છાપા દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી કોમ્પ્યુટરની મદદથી પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની આપવામાં આવતી રસીદ, પોલીસ દ્વારા દંડ અને સ્થળ મેમોની આપવામાં આવતી બોગસ રસીદ ઝડપી પાડી હતી.આ આરોપીઓ આ તમામ પ્રકારની બોગસ રસીદ બનાવી આપતા હતા.તેમની પાસેથી મળેલા આ મુદ્દામાલને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.પોલીસે 3 શખ્સોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડિંડોલી પોલીસે બાતમીના આધારે આંગન રેસીડેન્સીના ઘર નંબર 103માં દરોડા પાડ્યો હતો.પોલીસને આ સમગ્ર કૌભાંડમાં સમીર ટામટા બશીર , શેખ ,મુજાદિન શાગીરખાન પઠાણ, સુનીલ પંચાલ, વિશ્વનાથ કાશીનાથ સાવ, મોહમદ આરીફ ઉર્ફે શાહરુખ મહેબુબ શાહ,અકબર હમીદ શેખની સંડોવણી હોવાની જાણકારી મળી છે.જે પૈકી 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ આધારકાર્ડ, મતદાન કાર્ડ, તના ફોર્મેટ ઈન્સ્ટોલ કરી કાર્ડ માટેની સાઈઝ પસંદ કરી અગાળથી સ્કેન કરી કોરા બનાવેલા મતદાન કાર્ડ અને આધાર કાર્ડ અને આરસી બુકના દસ્તાવેજનો કોપી કરી ફોર્મેટ- એપ્લીકેશનમાં પ્રિ-ન્ટર દ્વારા બાયોમેટ્રીક પ્રોસેસ વગર તૈયાર કરતા હતા.કમિશન પેટે 1 હજાર રૂપિયા લેતા હતા.પોલીસને આ કૌભાંડમાં હજુ વધુ લોકો સંડોવાયેલા હોવાની સંભાવનાઓ જણાઈ રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત