
સુરત,2 માર્ચ : સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ ડિપાર્ટમેન્ટ વધુને વધુ સખ્ત બની રહી છે.સુરત શહેરના નાનપુરા સહિત સમગ્ર શહેરમાં માથાભારે ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની જમરૂખ ગલીમાં આવેલી ગેરકાયદેસર મિલકત પર બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ડિમોલિશન દરમિયાન સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવો અંદેશો હોઈને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો આ ડિમોલિશન દરમિયાન જોડાયો હતો.પોલીસની બહોળી સંખ્યા વચ્ચે કોઈએ વિરોધ કરવાની હિંમત કરી ન હતી અને કોઠારીની મિલ્કતોને ધ્વસ્ત કરવામાં આવી હતી.
બુધવારે હાથ ધરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન ઉચ્ચાધિકારીઓ સહિત 35 જણાની ટીમ ઉપસ્થિત રહી હતી.ડિમોલીશન દરમિયાન ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિત ત્રણ પીઆઈ, છ પીએસઆઈ સહિત 30 કોન્સ્ટેબલ – હેડ કોન્સ્ટેબલની ટીમ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.અઠવા અને લાલગેટના પીઆઇ, છ પીએસઆઈ અને 50 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ આ ડિમોલિશન દરમિયાન ખડે પગે ઉપસ્થિત રહ્યો હતો.આમ,શહેરના કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદેસર મિલ્કતના ડિમોલિશન દરમિયાન પોલીસે ઉપસ્થિત રહીને શહેરના ગુનાખોરોમાં એક કડક સંદેશો આપ્યો છે.આપ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત