ભાવનગર : શિશુવિહાર ખાતે ” બાલવંદના “તાલીમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

ભાવનગર, 5 માર્ચ : પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવા માટે શહેરની 316 આંગણવાડી સાથે વર્ષ 2012 થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે 10મી તાલીમ ” બાલવંદના ” 2જી માર્ચ થી શરૂ કરવામાં આવીછે.આ પ્રસંગે ચોથા દિવસે અર્ચનાબેન, શર્મિષ્ઠાબેન અને જલ્પાબેન, રાજ્ય કક્ષાએ પી.એસ.સી શાખામાં પ્રિ સ્કૂલ ઇન્સ્ત્રક્ટર વિભાગ ગાંધીનગરથી ઉપસ્થિત પ્રતિનિધિઓ ઉપરાંત પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજીએ તાલીમાર્થી બહેનો ને માર્ગદર્શન આપ્યું હતું.. સવિશેષ ડાયટ ભાવનગરનાં પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટએ નવી શિક્ષણ નિતિમાં પ્રાથમિક અને આંગણવાડી તાલીમનાં સંકલન અંગે ઉપસ્થિત શિક્ષકો અને જીલ્લા સુપર વાઇઝરોને વિગતો આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડો નાનકભાઈ ભટ્ટ એ સૌનું સ્વાગત કર્યું હતું તેમજ નિરમા લિમિટેડની સી. એસ. આર ટીમનાં સદસ્ય ચિંતનભાઈ તથા કલ્પેશભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું.. કાર્યક્રમનાં અંતમાં નીર્મોહિબહેન ભટ્ટએ સહુનો આભાર વ્યકત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *