
રાજકોટ, 5 માર્ચ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે ગુજરાત રાજયના રાજકોટ જીલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ જે બેલારુસમાં અટવાયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા રજૂઆત કરી હતી.

પાટીલે વાલીઓ સાથે મુલાકાત કર્યા પછી મીડિયાને સંબોધતા જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આપણા દેશના ઘણા વિદ્યાર્થીઓ અટવાયા છે જેમા ગુજરાત રાજયના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજય સહિત દેશના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની ચિંતા કરીને ઓપરેશન ગંગા હેઠળ કેન્દ્ર સરકારના ચાર સિનિયર કેબિનેટ કક્ષાના મંત્રીઓને યુક્રેન આસપાસના દેશોમાં મોકલી ત્યાથી વિદ્યાર્થીઓને પરત લાવવાનો સફળ પ્રયત્ન શરૂ કર્યો છે. વડાપ્રધાનના પ્રયાસથી ખૂબ મોટી સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ થયા છીએ.પરંતું મળતી માહિતીના આધારે હજુ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે અને આજે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે. યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ જે રીતે આપણા દેશનું વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે અને સમગ્ર ઓપરેશન પર આપણા યશસ્વી વડાપ્રધાન મોદી પોતે ધ્યાન રાખી રહ્યા છે તેમજ અધિકારીઓ સાથે ચર્ચા કરી બાકીના જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને પણ સહીસલામત ભારત લઇ આવશે. યુક્રેન તેમજ આસપાસના ઘણા અટવાયેલા વિદ્યાર્થીઓના વિડીયો પણ અમને મળ્યા છે અમે તેમાથી ઘણા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છીએ .વડાપ્રધાન મોદી ઓપરેશન ગંગા હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઇ આવશે. અને આજે જે વાલીઓએ રજૂઆત કરી છે તેમની રજૂઆત સાંભળી છે અને વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનો પ્રયત્ન કરીશું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત