સુરત : ONGC હજીરા પ્લાન્ટ ખાતે CISF ના સભ્યો દ્વારા CISFના 53મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 5 માર્ચ : ONGC પ્લાન્ટ-હજીરાની સુરક્ષામાં તૈનાત CISF(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ)ના સભ્યો એ ONGC ખાતે CISFના 53મા સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી. ઉપરાંત અહીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ પણ યોજાઈ હતી. ઝેડ.બારલા (GGM/પ્રોડક્શન, ONGC-હજીરા) અને CISFના એકમ પ્રભારી સંજીવકુમાર સદ્દી અને ડેપ્યુટી કમાન્ડન્ટ અગ્નિએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

નોંધનીય છે કે, તા.10 માર્ચ, 1969ના રોજ CISF ની રચના કરવામાં આવી હતી, ત્યારથી આ દળ એક મહત્વપૂર્ણ સંગઠન તરીકે વિકસિત થયું છે. દળના સુરક્ષા કવચમાં પરમાણુ કેન્દ્રો, અવકાશ સંસ્થાનો, એરપોર્ટસ, બંદરો અને પાવર પ્લાન્ટ વગેરે સહિત દેશના સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, CISF મહત્વપૂર્ણ સરકારી ઈમારતો, પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકો અને દિલ્હી મેટ્રોને પણ સુરક્ષા પ્રદાન કરે છે. CISF VIP-મહત્વપૂર્ણ વ્યક્તિઓને પણ સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત આ દળના ફાયર વિભાગ દ્વારા દેશના 108 ઉપક્રમોને અગ્નિ સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *