
સુરત, 6 માર્ચ : ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહિવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે નારી સંમેલન ગાંધી મેદાન વાંસદા ખાતે નવસારી સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સાથે જોડાયા હતા.

આ અવસરે નવસારી સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુંુ હતું કે દિકરીઓની માવજત માટે સરકાર સજાગ અને કાર્યશીલ છે. સાચા અર્થમાં જોઇએ તો દિકરીઓ કુળ દિપક છે તે એક કુળ નહિ પરંતુ બે કુળનો ઉધ્ધાશર કરે છે. દિકરીઓની ખોટ થી સમાજનું તંદુરસ્ત સમતોલન પણ ઘટી જાય અને સમાજમાં અનેક પ્રશ્નો વધી જાય છે. આમ ના થાય અને સશકત સંસ્કાસરી અને તંદુરસ્તિ સમાજ જળવાઇ રહે તે માટે જરૂરી છે. તેઓએ હર્ષભેર જણાવ્યુંમ હતું કે નવસારી જિલ્લામાં એક હજાર દિકરાઓ સામે 1007 દિકરીઓ છે.કોઇપણ કુંટુંબ, સમાજ, રાજય કે દેશનો વિકાસ કરવો હોય તો મહિલા શિક્ષણ અતિ મહત્વનું છે. શિક્ષિત મહિલા કુરિવાજો અને સમાજમાં પેશી ગયેલાં દુષણોને ડામવા માટે સમર્થ બને છે. આજે તમામ ક્ષેત્રે મહિલાઓએ પ્રગતિ કરી રહી છે ત્યારે દરેક માતા પોતાના બાળકને દિકરી કે દિકરાનો ભેદ રાખ્યા વગર શિક્ષણ અપાવે તો જ નારી સંમેલનની ઉજવણીનો હેતુ સાર્થક થશે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશપટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન મોદી દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દીકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે ગુજરાત સરકારની સાથે ગુજરાતના જનજન અને દરેક સમાજે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઇએ. તેમ જણાવી આજે નારી સંમેલનમાં દીકરીઓનું ભાવિ ઉજજવળ અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહિર, વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્નેહા પ્રોજેકટનું પ્રેઝેન્ટેશન, યોગ નિદર્શન, સેલ્ફ ડીફેન્સ ડેમો, ઇંગ્લિશ સ્પીકીંગ પ્લે તેમજ મહાનુભાવોના હસ્તે સ્વરક્ષણ, આરોગ્ય અને વોકેશનલના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, પ્રદેશ મંત્રી શીતલ સોની સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત