બારડોલી : ટાઉન હોલ ખાતે કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

સ્થાનિક
Spread the love

સુરત, 7 માર્ચ : રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આવતીકાલ 8મી માર્ચ સવારે 9:30 કલાકે , સરદાર પટેલ ટાઉનહોલ, બારડોલી ખાતે કરવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયતના મહિલા અને બાળવિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન નયના સોલંકીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓનું પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ તથા અન્ય જિલ્લા પંચાયતના ચુંટાયેલી મહિલા સદસ્યો ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *