
સુરત, 7 માર્ચ : ભાજપ પ્રદેશ યુવાના અધ્યક્ષ ડો.પ્રશાંતકોરાટ ના અધ્યક્ષ સ્થાને ભરૂચના કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે દક્ષિણ ઝોન ની ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી.જેમાં વડાપ્રધાન મોદીની આગામી ગુજરાત મુલાકાત અને યુવા મોરચાના કાર્યક્રમો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આત્મીય સંસ્કારધામ ખાતે મળેલ ભાજપ યુવા મોરચા ના દક્ષિણ ઝોનની બેઠકની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો.શ્યામપ્રસાદ મુખરજીની તસ્વીરને ફુલહાર કરી વંદેમાતરમ્ નું ગાણ કરી શરૂઆત કરી હતી.બેઠકમાં આગામી 12મી માર્ચ ના રોજ ખેલ મહાકુંભ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી આવનાર છે જે માટે ના આયોજન ઉપરાંત યુવા દિનની ઉજવણી ,પંચાયત ચૂંટણી ના વિજેતાઓના સન્માન વિગેરે જેવી વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી આગામી વિધાનસભા ચૂંટણી ની તૈયારી માટે ની કવાયત હાથ ધરવામાં આવી હતી.આ બેઠક માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ રાઠવા,ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાંત સોની, સૂરજ દેસાઈ સહિત દક્ષિણ ઝોનના હોદ્દેદારો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત