સુરત, 9 માર્ચ : નિર્યાતકારો માટે પ્રિ એન્ડ પોસ્ટ શીપમેન્ટ એકસપોર્ટ ક્રેડીટ અંતર્ગત મળતી ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમ કે જે તા.30 સપ્ટેમ્બર 2021ના રોજ એકસપાયર થઇ હતી તેને કેન્દ્ર સરકાર દ્વારા તા. 1લી ઓકટોબર 2021થી તા.31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે.

ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમ હેઠળ એમએસએમઇ ઉદ્યોગકારોને તેના એકસપોર્ટ શીપમેન્ટ ઉપર લીધેલી બેંક ક્રેડીટ ઉપર હવે 3 ટકાનો અને તે સિવાયના ઉદ્યોગકારોને 2 ટકાનો ઇન્ટરેસ્ટ સબવેન્શન મળશે. તા.30 સપ્ટેમ્બર 2021ના રોજ એકસપાયર થયેલી આ સ્કીમને લંબાવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલને લેખિતમાં રજૂઆત કરી હતી.દરમ્યાન 8 માર્ચ, 2022ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં નિર્યાતકારો માટે પ્રિ એન્ડ પોસ્ટ શીપમેન્ટ એકસપોર્ટ ક્રેડીટ અંતર્ગત મળતી ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમને તા.1લી ઓકટોબર 2021 થી તા. 31 માર્ચ 2024 સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરોકત જાહેરાત માટે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ તથા વાણિજ્ય મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત