
સુરત, 10 માર્ચ : તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી યોજવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ , મણીપુર, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં થયેલા મતદાન બાદ સૌ કોઈની નજર ગુરુવારના જાહેર થનારા પરીણામો પર હતી.ગુરુવારે જાહેર થયેલા પરીણામો મુજબ દેશના 4 રાજ્યોમાં ફરીથી એક વાર ભગવો લહેરાયો છે.દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ત્યારે ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય નિમિતે સુરત મહાનગર, મુખ્ય કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરીને કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી .

સુરત મહાનગર, મુખ્ય કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરીને કાર્યકર્તા દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .આ સાથે સુરત મહાનગર ના પ્રત્યેક વોર્ડમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા,મહામંત્રીઓ મુકેશ દલાલ ,કાળુભાઇ ભીમનાથ, સંગઠનના અન્ય પદાધિકારીઓ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલએ આપેલા 182 માંથી 182 બેઠકો જીતવાના સંકલ્પને દોહરાવતા તે હાસિલ કરવાનો આશાવાદ તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત બીજી વાર ચૂંટણી જીતી ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જ્યો .જયારે પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં પણ સતત બીજીવાર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી .લગભગ 35 વર્ષના લાંબા સમય પછી ઉત્તર પ્રદેશ જેવા ભારત દેશના સૌથી મોટા રાજ્યમાં ઇતિહાસ સર્જતાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત સત્તામાં વાપસી કરી હતી.ઉત્તરાખંડ રાજ્ય બન્યું ત્યારથી અત્યાર સુધી કયારેય પણ કોઈ પણ પક્ષ સત્તામાં સતત બીજી વખત પાછો નથી આવ્યો તે પરંપરા તોડતા ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચીને ફરી સતત બીજી વખત સત્તા મેળવવામાં સફળતા મેળવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત