
સુરત, 10 માર્ચ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી આગામી તા.13મી માર્ચ, 2022ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. જેમાં સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્દઘાટન થશે. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવશે.આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.

યોજાનાર સંમેલન અંગે સુરત ખાતે માધ્યમકર્મીઓ સાથે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે સંવાદ કરી જણાવ્યું હતું કે, ઓર્ગેનિક શાકભાજી અને અનાજની ખેતી કરતા ખેડુતોને વધુ સારા ભાવો મળી રહે તે માટે આગામી સમયમાં સુમુલ પાર્લરો મારફતે ગ્રાહકો સુધી સીધુ વેચાણ થાય તે પ્રકારનું આગામી આયોજન છે તેમ જણાવ્યું હતું. તેમણે સુમુલ ડેરીની કામગીરી, સભાસદોને પુરી પાડવામાં આવતી સહાય અને ડેરીના વિકાસ સંબંધી માધ્યમકર્મીઓને જાણકારી આપી હતી. આગામી સમયમાં સુમુલ ડેરી દ્વારા થનારા વિકાસકાર્યોની ઝાંખી પણ ટુંકમાં રજુ કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત