
સુરત, 10 માર્ચ : મહિલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીના અવસરો મળી રહે તેવા હેતુસર ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ સંચાલિત મોડેલ કેરિયર સેન્ટર/મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી-સુરત અને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી અને ITI ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતના સંયુક્ત ઉપક્રમે મજુરા ITI ખાતે ‘મહિલા જોબ ફેર અને એપ્રેન્ટીસ ભરતી મેળો’ યોજાયો હતો. જેમાં 10 કંપનીઓએ ભાગ લઈને વિવિધ પોસ્ટ માટે ૧૨૬ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

ભરતીમેળામાં ધો.10,12 ITI, ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ (આઈટી, ઇસી, કોમ્પ્યુટર), આર્ટસ-કોમર્સ ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ યોજાયા હતાં. 270 ખાલી જગ્યાઓ સામે 210 મહિલા ઉમેદવારો હાજર રહ્યાં હતાં, જે પૈકી 126 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત