સુરતની મજૂરા ITI ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત,10 માર્ચ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક, રોજગાર અને તાલીમ-ગાંધીનગર સંચાલિત ITI સુરત, મહિલા ITI સુરત અને ITI બારડોલી તેમજ રોજગાર કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના-202-22 ‘ અંતર્ગત મજૂરા ITI ખાતે સુરત જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રમાં કુલ 30 એકમો અને 676 તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. જે પૈકી 28 તાલીમાર્થીઓ સાથે એપ્રેન્ટીસ કરાર કરાયા હતા, તથા કુલ 553 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *