
સુરત,11 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, 12 માર્ચ 2022 ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ટીબી વિશેની ગેરમાન્યતાઓ, સુરત મહાનગરપાલિકાની સેવાઓ અને સરકારની યોજનાઓ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે ડો. કે. એન. શેલડીયા ટીબી વિશેની ગેરમાન્યતાઓ અને ડો. પારૂલ વડગામા ટીબીની ગંભીરતા તથા તેની સારવાર વિશે માર્ગદર્શન આપશે. જ્યારે ડો. સમીર ગામી ટીબી રોગને ઔદ્યોગિક કામદારોની તપાસ થકી તેને જનભાગીદારીથી કેવી રીતે અટકાવી શકાય ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત