સુરત અને તાપી જિલ્લાના 45 વેપારી એકમોને તોલમાપના કાયદાનો ભંગ બદલ દંડ કરાયો

સ્થાનિક
Spread the love

સુરત, 12 માર્ચ : સુરત જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા ફેબ્રુઆરી-2022 માસમાં વેપારી એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 45 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.48,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી માસમાં સુરત અને તાપી જિલ્લાના કુલ 1626 વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી કુલ રૂા.26,19,938ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. જ્યારે બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના અડાજણ અને વેસુ વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન 25 વેપારી એકમો સામે પ્રોસિકયુશન કેસ કરી રૂા.18,800 અને સ્ટેશન રોડ, તા.વ્યારા, જિ.તાપી વિસ્તારમાં 14 વેપારીઓને 7,500 નો દંડ સ્થળ પર વસુલ કરાયો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *