તાપી : કેન્દ્રીય ગૃહ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ

પ્રાદેશિક
Spread the love

સુરત, 12 માર્ચ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે 13મી માર્ચના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. જેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. જેની આજે કૃષિમંત્રી મુકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન થશે. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ, સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી મંડળીના સભાસદો, જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સહકારની પ્રવૃત્તિઓનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તેવા આશયથી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની રચના કરી છે. લાખો ખેડુતો, પશુપાલકોને સહકારથી સમૃધ્ધિ તરફ લઈ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારિત કરશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *