
સુરત, 13 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તેમજ સુરત ટેકસમેક ફેડરેશનના સહકારથી તા12, 13અને 14 માર્ચ, 2022 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– 2022 (સિઝન 2) ’ એકઝીબીશન યોજાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરમાંથી જેન્યુન બાયર્સનો પ્રતિસાદ સાંપડયો છે.
સીટેક્ષ– 2022(સિઝન 2) એકઝીબીશનમાં ગુજરાતના શહેરો ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે નવી દિલ્હી, મુંબઇ, તિરુપુર, પાણીપત, અમૃતસર, વારાણસી, કોલકાતા, ભોપાલ, ચેન્નાઇ, ઇન્દોર, મુઝફફરપુર અને ઉજ્જૈન ખાતેથી બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. ગઇકાલે પ્રથમ દિવસે 7 હજાર જેટલા બાયર્સ એકઝીબીશનમાં ટેકસટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે 8 હજારથી પણ વધુ બાયર્સ નવી ટેકનોલોજી સાથેની મશીનરી નિહાળવા માટે પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન 15 હજારથી વધુ બાયર્સે સીટેક્ષ– 2022 (સિઝન 2) એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીટેક્ષ પ્રદર્શનમાં વોટરજેટ મશીન, રેપીયર મશીન, એરજેટ મશીન, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, સકર્યુલર નીટિંગ મશીન, વોર્પ નીટિંગ મશીન, પાવર લૂમ્સ, જેકાર્ડ ટેકનોલોજી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવશે. ટેકનીકલ ટેકસટાઇલની મશીનરીઓ તથા એસેસરીઝ ઉપરાંત સ્પીનિંગ પ્રિપરેશન માટેની મશીનરીઓ, મેન–મેઇડ ફાયબર પ્રોડકશન, સ્પીનિંગ, વાઇન્ડીંગ, ટેકસ્ચ્યુરાઇઝીંગ, ટ્વીસ્ટીંગ, ઓકઝીલરી મશીનરી અને એસેસરીઝનો સમાવેશ થાય છે.તદુપરાંત નીટિંગ એન્ડ હોઝીયરી મશીનરી, ઓન્સીલરી મશીનરી એન્ડ એસેસરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાન્ડીંગ મશીનરી એન્ડ એસેસરીઝ, ગારમેન્ટ મેકીંગ મશીનરી, અન્ય ટેકસટાઇલ પ્રોસેસિંગ મશીનરી, વેસ્ટ રિડકશન અને પોલ્યુશન પ્રિવેન્શન માટેના ઇકવીપમેન્ટ અને એસેસરીઝ, વોટરજેટ લૂમ્સ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઉપયોગી 100 ટકા વેસ્ટ વોટર રિસાયકલીંગ સોલ્યુશન માટેની અદ્યતન મશીનરીઓને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત