
ગાંધીનગર, 14 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધો.10અને ધો. 12ની (નિયમીત/રીપીટર/ખાનગી/પૃથ્થક) ઉમેદવારોની માર્ચ/એપ્રિલ-22ની જાહેર પરીક્ષાના સફળ સંચાલન માટે ગાંધીનગર ખાતે માનનીય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતભરના કલેક્ટર, પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડાઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે જિલ્લા કક્ષાએ પરીક્ષાની કામગીરી અંગેની ચર્ચા-વિચારણા કરી, પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી. બસોના અવર-જવર માટેનું સમયપત્રકનું ઝીણવટભર્યુ આયોજન કરવા તથા કોઈ વિદ્યાર્થીને પરીક્ષા સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડે તેમ હોય તો તે માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રએ તેમજ સ્થાનિક પોલીસતંત્રએ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત