
સુરત, 14 માર્ચ : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી./એસ.ટી., સુરતના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા.16/03/2022ના રોજ સવારે 10 કલાકે સુભાષનગર SMC કોમ્યુનિટી હોલ, સંજયનગર સર્કલ પાસે, નીલગીરી, લિંબાયત ખાતે સુરત શહેર-જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.10 અને 12 પાસ, ગ્રેજ્યુએટ, એમ.બી.એ. ડિપ્લોમા અને ડિગ્રી ધરાવતા યુવક-યુવતીઓ ઈન્ટરવ્યુની તૈયારી સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
ભરતી મેળામાં જોડાનાર કંપનીઓ અને ખાલી પડેલી જગ્યાઓની જાણકારી માટે રોજગાર સેતુ હેલ્પલાઈન નં.6357390390 ઉપર કોલ કરી શકાશે. રોજગારી માટે ભરતી મેળાનો વધુમાં વધુ યુવાનોએ લાભ લેવા ઈ.મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત