
સુરત, 15 માર્ચ : રક્ષક ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 13 માર્ચ 2022 ના રોજ શહેરના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટીના સ્કૂલ ઓડિટરીયમમાં 51 આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મહિલાઓનું ઉત્સાહ વધારવા જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યશીલ નામાંકિત મહિલાઓ હાજર રહી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી બાજપાઈજીની પ્રખ્યાત રચના “મેરી એકયાવન કવિતા” થી પ્રેરણા લઈ રક્ષક ગ્રુપ દ્વારા વર્ષોથી 51 મહિલાઓનું વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સન્માન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં પોતાના દેશ,શહેર અને પોતાના પરિવારને ગૌરવ અપાવનારી આત્મનિર્ભર મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી.જેમાં મહેમાન તરીકે સુરત શહેર ના ડી સી પી ઝોન 2 ભાવના પટેલ,સુરત શહેર મહાનગરપાલિકાના દંડક વિનોદ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષા શીલાતારપરા,ગુજરાતી મુવી ના એક્ટર ગોકુલ બારૈયા,યોગગરબા ક્રિએટર એનીષ રંગરેજ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષક ગ્રુપના નેશનલ પ્રેસિડેન્ટ ગૌરવ પટેલ,નેશનલ જનરલ સેક્રેટરી વિરલ વ્યાસ,કલ્પેશ પટેલ અને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ દક્ષિત પંડ્યા અને રાષ્ટ્રીય સલાહકાર જયેશ જોશી અને તેમની ટીમ દ્વારા ખૂબજ સરસ આયોજન કરાયું હતુ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત