સુરત : બીજેપી પ્રદેશ અધ્યક્ષ પાટીલના જન્મદિન નિમિત્તે શહેરના તમામ વોર્ડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

સ્થાનિક
Spread the love

સુરત, 15 માર્ચ : તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભવ્ય જીત મળતા જ્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને કાર્યકરોમાં આનંદ ચરમસીમાએ રહ્યો છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આવતી કાલે 16મી માર્ચના રોજ જન્મદિવસ છે.જેને લઈને તમામ કાર્યકર્તાઓમાં એક અદમ્ય ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે અને પ્રદેશ પ્રમુખના જન્મ દીન નિમિતે સુરત મહાનગરના તમામ ત્રીસ વૉર્ડમાં સુપોષણ અભિયાન,સફાઈ અભિયાન,રક્તદાન શિબિર,ચિકિત્સા શિબિર સહિત ઘણા કાર્યક્રમોનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત સવારે 9 કલાકે “ગાયત્રી યજ્ઞ” “પંડિત દીનદયાલ ભવન”, ભાજપ કાર્યાલય, ઉધના, સુરત ખાતે રાખેલ છે.


કાર્યક્રમોની વિવિધ શૃંખલામાં સુપોષણ અભિયાન અંતર્ગત 100 બાળકોને સુપોષિત કરવા માટે દત્તક લેવાના છે. બાળકોને જેનાથી વધુ સુપોષણ મળી રહે તેવી વિવિધ વાનગીઓની કીટનું વિતરણ કરવામાં આવનાર છે. તે અંતર્ગત સાંજે 4 : 30 કલાકે “પંડિત દીનદયાલ ભવન”, ભાજપ કાર્યાલય, ઉધના, સુરત ખાતેથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઝૂમ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને ઉદ્દબોધન કરશે.આ તમામ કાર્યક્રમોમાં શહેર સંગઠન પ્રમુખ,મહામંત્રી સહિત તમામ પદાધિકારી ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ,આગેવાન કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો અને નગરજનો ભાગ લેશે .

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *