સુરત : ગુજરાત બોર્ડની પરીક્ષા સંદર્ભે પરીક્ષા કેન્દ્રોની 200 મીટરના ધેરાવામાં 4 કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

સ્થાનિક
Spread the love

સુરત, 19 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.26/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના (નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 134 પરિક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર તેવા હેતુથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા (જી.એ.એસ.)એક જાહેરનામા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં કેન્દ્રોથી 200 મીટરનાં ઘેરાવામાં 4 કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા કે સભા બોલાવવી કે ભરવી, સરધસ કાઢવું નહી. આ ઉપરાંત વાહનો પાર્ક કરવા નહી. લગ્નના વરધોડા કે સ્મશાન યાત્રા કે પરીક્ષા સાથે સંકળાયેલા કર્મયોગીઓને આ હુકમ લાગુ પડશે નહી. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યૂઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *