સુરત : શહેરમાં પશુઓના માલિકોએ હવે પોતાના પશુઓનું કરાવવાનું રહેશે ફરજીયાત રજીસ્ટ્રેશન

સ્થાનિક
Spread the love

સુરત,19 માર્ચ : સુરત શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફીકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેથી, સુરત શહેર પોલીસ કમિશનરઅજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશનરના હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને 60 દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.તેમજ ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષીસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય અથવા જો ઢોરનું મરણ થાય તો તેની જાણ ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.20/03/2022થી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યૂઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *