સુરત : ” રાષ્ટ્ર સેના ” દ્વારા મીડિયાકર્મીઓ માટે “ ધ કાશ્મીર ફાઇલ્સ ”નો વિશેષ શો યોજવામાં આવ્યો

સ્થાનિક
Spread the love

સુરત, 20 માર્ચ : આઝાદીના આટલા વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલા નૃશંસ આ હત્યાકાંડને લઈને ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ફિલ્મ બનાવી સત્યને ઉજાગર કરવાની હિંમત ફિલ્મના લેખક અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બતાવી છે ત્યારે, દેશના બહુમત હિન્દૂ સમાજ તેમજ ખાસ કરીને યુવા પેઢી આ ફિલ્મને નિહાળે અને આ નૃશંસ હત્યાકાંડથી માહિતગાર થાય તે હેતુથી દેશભરના વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓ-એનજીઓ ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ના વિશેષ શો નું આયોજન કરી રહી છે.સુરત શહેરમાં અનેકવિધ સેવાકીય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરતી ” રાષ્ટ્ર સેના “એ રવિવારે સુરત શહેરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા મીડિયાકર્મીઓ માટે સપરીવાર ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ના વિશેષ શો નું આયોજન કર્યું હતું.જેમાં મોટી,સંખ્યામાં મીડિયાકર્મીઓએ પરીવાર સાથે કડવા સત્યથી ભરેલી આ ફિલ્મને નિહાળી હતી. આ શો દરમિયાન સુરત રેન્જ આઈ.જી.રાજકુમાર પાંડિયન, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, સુરત શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી,મનપામાં શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ વિવિધ અખબારોના તંત્રીઓ,પત્રકારો,કેમેરામેન, ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા.આ ફિલ્મનું સૌજન્ય લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજી પટેલ દ્વારા પ્રાપ્ત થયું હતું.રવિવારે સિનેમા થિયેટર પર અન્ય સ્ક્રીનમાં પણ “ ધ કાશ્મીર ફાઇલ્સ ” ના શો જોવા ઉમટી પડેલા યુવાનોના રાષ્ટ્રભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.સમગ્ર પરીસર કેસરીયા રંગે રંગાઈ ગયું હતું.

આ પ્રસંગે મીડિયાકર્મીઓ સમક્ષ સુરત શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યં હતું કે દેશના પ્રત્યેક વ્યક્તિએ આ ફિલ્મને નિહાળવી જોઈએ.કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને આટલા વર્ષો સુધી કોઈ ઉજાગર કરી શક્યું ન હતું.પ્રધાનમંત્રી મોદીના કારણે આ શક્ય બન્યું છે.આજે, વર્તમાન ભાજપા સરકાર પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન તળે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના રક્ષણ સાથે તેમના પુનર્વસન પર પણ છે.પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ ઈચ્છાશક્તિના કારણે કાશ્મીરમાંથી 370ની કલમ હટી છે.

આ પ્રસંગે રાષ્ટ્રસેનાના અધ્યક્ષ વિનોદ જૈનએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા પાશવી અત્યાચારને ફિલ્મના માધ્યમથી નાગરિકો સમક્ષ લાવવાની સૌ પ્રથમ હિંમત ફિલ્મના લેખક અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બતાવી છે તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.દેશના બહુમત હિન્દૂ સમાજના પ્રત્યેક વ્યક્તિએ આ ફિલ્મને નિહાળવી જોઈએ.આ દેશમાં આજે પણ ‘ ભારત તેરે ટુકડે હોંગે ‘ના સૂત્રો રાષ્ટ્રવિરોધી લોકો બોલી રહ્યા છે.ત્યારે, હવે સમય આવી ગયો છે કે સરકાર પણ કડક કાયદા દ્વારા આવા રાષ્ટ્ર વિરોધી લોકોને જેલના સળિયા પાછળ ધકેલીને તેમને પાઠ ભણાવે.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સમગ્ર દેશ હાલ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ત્યારે,આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ દેશમાં એવા કેટલાય વણ ઉકેલ્યા રહસ્યો ધરબાયેલા પડ્યા છે કે જેને દેશના નાગરીકો જાણતા જ નથી.આવા રહસ્યોને ધરબી દેવામાં જે તે સમયના સત્તાધીશોએ ભૂંડી ભૂમિકા ભજવી છે તેવું કહીએ તો કડવું પણ સો ટચનું સત્ય કહેવાશે.આવું જ એક કડવું સત્ય એટલે દેશના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો સાથે આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડ છે.કાશ્મીરી પંડિતો સાથે બર્બરતાપૂર્ણ આચરવામાં આવેલા આ હત્યાકાંડ અને તેમને જમ્મુ-કાશ્મીર છોડવા પર મજબુર કરવામાં આવેલી સમગ્ર ઘટનાને જે તે સમયની કેન્દ્રની અને રાજ્યની સરકારે જાણી જોઈને કાળની ગર્તામાં ધરબી દીધી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *