સુરત, 21 માર્ચ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ તથા સ્ટાફ દ્વારા વર્ષ 2020માં એપ્રિલથી જૂન મહિનાના કોરોના સમયગાળા દરમિયાન વીજળીનો દુર્વ્યય કરવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીની યુવા પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કર્યો છે.સોમવારે આયોજિત પત્રકાર પરિષદમાં આ આક્ષેપો CYSSના યુવા અગ્રણીઓએ કર્યા હતા.આગામી 23મી માર્ચના રોજ આ પ્રશ્ને તેઓ કુલપતિને આવેદન આપશે તેવું પણ જણાવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં યુવા અગ્રણીઓએ જણાવ્યું હતું કે CYSS સુરતના જિલ્લા પ્રમુખ મીત હિરપરા દ્વારા RTIથી મેળવેલી માહિતી મુજબ વર્ષ 2020 કોરોના કાળ મહિના એપ્રિલ થી લઇ જૂન સુધીના યુનિવર્સિટી નાં વિવિધ વિભાગના વીજબિલો મંગાવાયા હતા જેમાં 3 મહિના માટે કોરોના કાળ ને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા યુનિવર્સિટી નાં કામકાજો ઠપ કરાવાયા હતા, જ્યારે આ સમય દરમ્યાન યુનિવર્સિટીમાં ખૂબ ઓછો સ્ટાફ હાજર રહેવા છતાં મોટી રકમનાં વીજબિલો આવ્યા હતા ( જે રેગ્યુલર વીજબિલની રકમને મળતા આવતા હતા ) ત્યારે આ બાબતથી જાણવા મળે છે યુનિવર્સિટીમાં મોટા પ્રમાણમાં વીજળીનો દુર્વ્યય થાય છે. જ્યારે યુનિવર્સિટીને ફી વધારામાં રસ છે, વીજળી નો દૂરઉપયોગ અટકાવવામાં કે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં રસ નથી.ત્યારે આ દુર્વ્યય અટકાવવા માટે અમો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી નાં કુલપતિને આગામી 23મી માર્ચના રોજ રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત