સુરત, 22 માર્ચ : સુરત શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ નિરંકુશ બનતી જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો છે.મંગળવારે વરાછા પોલીસ વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા પર ત્રાટકી હતી.જ્યાં રેડ દરમિયાન પોલીસે 4 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા અને 3 લલનાઓને મુક્ત કરવામાં આવી હતી.જયારે, 3 લોકોની ધરપકડ કરી છે.
પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં મારુતિનગર સ્થિત ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળતા વરાછા પોલીસે રેડ કરી હતી.રેડ દરમિયાન 3 કેબિનોમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં ઝડપાયા હતા.કુટણખાનાં સંચાલકો ગ્રાહક દીઠ 800 રૂપિયા લઈને લલનાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હતા અને લલનાઓને 300 રૂપિયા આપતા હતા.પોલીસે કુટણખાનું ચલાવતી રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી, રતીકાંત હરીક્રિષ્ના જૈના અને દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ રેડ દરમિયાન રૂ.17,450 રોકડા , રૂ.52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂ.67,450 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત