સુરત : શહેર મનપા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની સુવિધા હેતુ બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 23 માર્ચ : આગામી દિવસોમાં ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ યોજાવાની છે.બોર્ડની આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે હેતુથી બુધવારે શહેર મનપા ખાતે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.જેમાં, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા વિકાસ કામો અને ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટના કામો જે વિસ્તારમાં ચાલી રહ્યા છે ત્યાં ટ્રાફિક જમણી સ્થિતિ ન સર્જાય તે માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને જે તે વિભાગોને આ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલીઓ ન પડે તે માટે વિવિધ સૂચનો પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, વિવિધ સમિતિના અધ્યક્ષ, જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.જે વિસ્તારોમાં મેટ્રો પ્રોજેક્ટના કામો કાર્યરત છે ત્યાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મોડું ન થાય તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવા માટે ટ્રાફિક પોલીસ અને શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને મદદ કરશે.પરીક્ષા કેન્દ્રો ઉપર બાળકોને છોડવા આવતા વાલીઓ વધુ સમય માટે શાળાના ગેટ ઉપર ઊભા ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો પરના શિક્ષકો વિશેષ ધ્યાન આપશે.બેઠક દરમિયાન મેયર હેમાલી બોઘવાલાએ જણાવ્યું હતું કે જે શાળા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ કોઈ પોતાની હોલ ટિકિટ લીધા વગર પહોંચે તો વોટ્સઅપ ઉપર તેમના વાલી પાસેથી હોલ ટિકિટ મંગાવવામાં આવશે અને વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે.મનપાનું વહીવટી તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ તેમજ અન્ય વિભાગો સાથે સંકલન કરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *