
સુરત,23 માર્ચ : સુરત શહેરના લિંબાયત સ્થિત લાયન્સ કલબ (SEZ )દ્વારા ICDS શાખા સુરત અર્બન ઘટક 04 પરવટ -02 આંગણવાડી નં 33ને દત્તક લેવામાં આવી છે.જે આંગણવાડીને ગુજરાત સરકાર દ્વારા યશોદા એવોર્ડ આપવામાં આવ્યોછે. તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયત લાયન્સ કલબને Apriciate સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે . જેના ભાગરૂપે આંગણવાડી વર્કરને સુરત મહાનગરપાલિકા દ્વારા ચેક આપવામાં આવ્યો છે.જેથી સમસ્ત શહેરના લાયન્સ કલબ દવારા આંગણવાડીને પ્રોત્સાહિત કરવા-અભિનંદન આપવા માટે લાયન્સ કલબના આગેવાનો ડીસ્ટ્રીક ગવર્નર નિશિત કિનારીવાલા, લાયન્સ સંગીતા રાઠી, લાયન્સ ડોક્ટર રવીન્દ્ર પાટીલ, લાયન્સ ડો મંગલા પાટીલ,આંગણવાડીની બહેનો મીરા પાટીલ, મંગળા પાટીલ,આંગણવાડી કાર્યકર હેલ્પર હાજર રહ્યા હતા .આ પ્રસંગેઆંગણવાડીના બાળકોને નાસ્તો તેમજ ફળો આપવામા આવ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત