
સુરત, 24 માર્ચ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉદાર નીતિઓને અનુસરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની રજૂઆત અનુસાર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સુરત મહાનગર સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 50 સીટના વધારાનો આજરોજ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી મેડિકલમાં અભ્યાસ અર્થે દેશ અને વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે આ સીટ વધતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી મોદી,કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા,પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા શીર્ષસ્થ નેતૃત્વનો સુરત મહાનગર ભાજપાના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા મહામંત્રીઓ મુકેશ દલાલ, કિશોરબિંદલ તથા કાળુભાઈ ભીમનાથએ આભાર વ્યક્ત કર્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત