
સુરત, 25 માર્ચ : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંયુક્ત ઉપક્રમે નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા જિલ્લા યુવા સંમેલન યોજાયું હતું. જેમાં ઉમરપાડા, મહુવા, માંડવી, ચોર્યાસી, પલસાણા, ઓલપાડ અને બારડોલી તાલુકામાંથી 100થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ઓલપાડની 3, પલસાણાની 3, ચોર્યાસીની 1 અને મહુવા તાલુકાની 2 સહિત કુલ 9 યુથ ક્લબને રમતગમતની સામગ્રી અર્પણ કરાઈ હતી. બ્યુટીપાર્લર અને બેઝિક કોમ્પ્યુટર કોર્સ અંતર્ગત સ્વ.રિલાયન્ટ ઈન્ડિયા પ્રોગ્રામ કોર્સ પુર્ણ કરનાર યુવાનોને પણ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે નિવૃત IAS આર.જે.પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશનો વિકાસ ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા યુવાનો પર નિર્ભર છે. રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના યુવાનોએ રમતગમત અને રાજકારણમાં પણ ઘણું યોગદાન આપ્યું છે.આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારીસચિન શર્મા, નિવૃત્ત એરફોર્સ ઓફિસર હરેન ગાંધી, દીપિકા ડાભી, રાજલ રાણા, પૃથ્વીબેન, પ્રદીપ શિરસાઠ, આદેશ સાબલે, વિશાલ વાઘાણી, મનોજ દેવીપૂજક, મેહુલ દોંગા અને નિખિલ ભુવા સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત