સુરત : ‘ ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ ’ વિશે વર્કશોપ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 25 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) ના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા.29 માર્ચ, 2022ના રોજ બપોરે 2 કલાકે સરસાણા ખાતે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે બેંગ્લોરની ICH CREATIVE ના કનિકા વોરા, અનુરાધા ચંદ્રશેખર, અશોક ઠકકર અને CMAI ના ચીફ મેન્ટર રાહુલ મહેતા ફેશન ફોરકાસ્ટીંગ વિશે મહત્વનું માર્ગદર્શન આપશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનરો દ્વારા ફેશન ફોરકાસ્ટીંગના કન્સેપ્ટ પર સર્વે કરીને પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. ફોરકાસ્ટીંગના આધારે નજીકના ભવિષ્યમાં બદલાતા હવામાન, આવનારા તહેવારો કે યુવા વર્ગને કંઇક નવી ફિલીંગ્સ કઇ રીતે આપી શકાય તેના આધારે વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. આ વસ્ત્રો જો બજારમાં મુકવામાં આવે તો ચોક્કસપણે તેની ડિમાન્ડ રહે છે. ફેશન ફોરકાસ્ટીંગના માધ્યમથી ગ્લોબલી માર્કેટમાં ચાલી રહેલા તેમજ આવનારા ટ્રેન્ડ વિશે પણ ચોકકસ માહિતી મેળવી શકાય છે. આવી રીતે સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફેશન ફોરકાસ્ટીંગ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના રીજીયોનલ ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, સીએમએઆઇ સાથે મળીને આઇસીએચ ક્રિએટિવ ‘આઇસીએચ નેકસ્ટ – એથનિક વેર ટ્રેન્ડ ફોરકાસ્ટ ઇન અ સર્વિસ’રજૂ કરી રહયું છે. ભારતમાં આ પ્રકારની સેવા પ્રથમ વખત આપવામાં આવી રહી છે. બહુવિધ માધ્યમોમાં સંશોધન અને વિશ્લેષણના અભિગમમાંથી વિશ્લેષણ લેવામાં આવે છે. તે તમામ સ્ત્રોતોની ઊંડી સમજ આંતરદૃષ્ટિથી મેળવવામાં આવે છે જે ગ્રાહકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે. આ સેવા વર્ષમાં પ્રવર્તમાન ઉપભોક્તા સેન્ટિમેન્ટ, આગામી સિઝન માટે સૂચિત થીમ્સ, મુખ્ય રંગો અને રંગ સંયોજનો સહિત ઘણા અહેવાલો પ્રકાશિત કરે છે. આ રિપોર્ટને અમલમાં લેવાનું અત્યંત સરળ હોય છે. કારણ કે રંગો, પેટર્ન, મોટિફ્સ અને સિલુએટ્સના વલણો ધરાવતી ખુલ્લી, સંપાદન યોગ્ય ફાઇલો ધરાવતી લાઇબ્રેરી ઉપલબ્ધ છે. ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે યોજાનારા વર્કશોપમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3uLNfxF ઉપર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *