રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરતના પ્રવાસે

સ્થાનિક
Spread the love

સુરત, 26 માર્ચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 માર્ચ ના રોજ સવારે 9 વાગ્યે ઓલપાડ તાલુકાના વડોદ ખાતે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ 10 વાગ્યે વરીયાવ ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કિરણ મેડિકલ કોલેજના ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી બપોરે 2:30 વાગ્યે ભગવાન મહાવીર યુનિવર્સિટી-વેસુ ખાતે ભૂમિપૂજન/સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે 3:45 વાગ્યે સુરત એરપોર્ટથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *