સુરત : શહેરની પ્રથમ ટ્રાન્સજેન્ડર રમતવીર આંચલ જરીવાલાને સિદ્ધીઓને બિરદાવતા કેન્દ્રીય રેલવે મંત્રી

સ્થાનિક
Spread the love

સુરત, 26 માર્ચ : સુરત ખાતે તા.17થી 19 માર્ચ દરમિયાન ટ્રાન્સજેન્ડરોને પાવરલિફ્ટિંગ રમત-ગમત ક્ષેત્રે જોડાવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવરલિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરતની ટ્રાન્સજેન્ડર ખેલાડી આંચલ જરીવાલાએ ભાગ લઇ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ મેળવ્યો હતો. આંચલની સિદ્ધિને બિરદાવવા માટે સાંસદ અને કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા સ્વાગત અને અભિવાદન કરી રમત-ગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઉપરાંત ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, ધારાસભ્ય કાંતિ બલરે વિશેષ ઉપસ્થિત રહી આંચલ જરીવાલા જેવા અન્ય રમતવીરોને પણ રમત-ગમત, સામાજિક ક્ષેત્રોમાં આગળ આવી શહેર, રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે અનુરોધ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *