રમતગમત મંત્રી સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ સમાપન સમારંભ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 28 માર્ચ : રમતગમત મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ઉમરાના બાસ્કેટબોલ કોટ મેદાન ખાતે સુરત જિલ્લાના ખેલહાકુંભનો સમાપન સમારંભ યોજાયો હતો.જેમાં મંત્રીએ સુરત શહેરમાં રમતગમતો માટે હાઇપરફેર્મન્સ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સરકારનું આયોજન છે.રાજ્યમાં ખેલમહાકુંભની સ્પર્ધાઓના કારણે યુવાઓની તંદુરસ્તી સાથે તેમની વચ્ચે રમતગમતમાં તંદુરસ્ત હરીફાઈના વાતાવરણનું નિર્માણ થયું છે.જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય અને દેશને ઉપલબ્ધ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ખેલમહાકુંભની વિવિધ 36 રમતોમાં જિલ્લાના 2,67,240 ખેલાડીઓએ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ 11માં ખેલમહાકુભમાં કેટેગરી, ગૃપ અને વયજુથમાં યુવક-યુવતીઓએ રમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, શહેરના રમતગમતના અધિકારી દિનેશ કદમ, સુરત જિલ્લાના રમતગમત અધિકારી વિરલ પટેલ, બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ કૃપેશભાઇ, સેક્રેરેટરી રસિકભાઇ તથા સ્પર્ધકો, કોચ ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *