સુરત : કેન્દ્રીય રેલવે મંત્રીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ “દિશા”ની બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 28 માર્ચ : કેન્દ્રીય રેલવે મંત્રી અને સુરત જિલ્લાના સાંસદ દર્શના જરદોશના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ ‘દિશા’ની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.બેઠકમાં મંત્રીએ કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રગતિ હેઠળના અને પુર્ણ થયેલા વિવિધ જનવિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મનરેગા, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, જળ સ્ત્રાવ વિકાસ હેઠળના વોટર શેડના કામો, સુરત સ્માર્ટ સિટી, સ્લમ અપગ્રેડેશન, મધ્યાહન ભોજન યોજના, મિશન મંગલમ,સિંચાઇ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જેવા વિભાગોની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર આયુષ ઓકે વિવિધ વિભાગોના અધિકારીઓને સોપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર સિધ્ધ કરવાની સુચનાઓ આપી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખો , જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *