સુરત : અનેકવિધ સેવાકીય પ્રવૃતિઑ સાથે સંકળાયેલા ડો. પ્રફુલ્લ શિરોયા ને રાષ્ટ્રપતિ દ્વારા ચતુર્થ ગોલ્ડ મેડલ એનાયત થશે

સ્થાનિક
Spread the love

સુરત, 28 માર્ચ : આજના સમયમાં નિસ્વાર્થ ભાવથી તમામ ક્ષેત્રમાં સેવાકાર્યથી પ્રચલિત રેડક્રોસ ચોર્યાસી તાલુકા બ્રાન્ચના-સુરતના પ્રમુખ ડો. પ્રફુલ્લ શિરોયા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃતિ થી સંકળાયેલ હોય અને ખુબજ ખંત થી સેવાકીય કરી કરી રહ્યા છે. પછી ભલે દેશની સરહદ પર આપણી તથા આપણી માતૃભૂમિ ની રક્ષા કરતા આપણાં જવાનો હોય કે પછી સમાજમાં જરૂરિયાત મંદ સામાન્ય નાગરિક માટેની કોઈ પણ પ્રકારની સેવા હોય. સેવાકાર્ય એટલે આપણને એક જ નામ યાદ આવે “ડો. પ્રફુલ્લ શિરોયા”.
આવી જ એક સેવા માટે ગત વર્ષ દરમ્યાન તેઓ જમ્મુ-કશ્મીર પુચ્છ સરહદ પર સૈનિકો માટે પ્રોટેકટેડ ગોગલ્સ વિતરણ કરવા માટે ગયેલ. માનવતાના આવા અનેક કર્યો તેઓ ઘણા સમય થી કરતાં આવ્યા છે તેમાં 2006માં સુરતમાં આવેલ પુર પિડીતોની વિશિષ્ટ સેવા કરતા 9 ઓગષ્ટ,2006ના રોજ પ્રસુતિથી પીડાતી મહિલા 248, સરિતા સોસાયટીમાં કે જ્યા 200 મીટર સુધી 30 ફૂટ ઉંડા પાણીમાં પોતાના જીવના જોખમે સ્થળ પર પહોચી સુવાવડ કરાવી પુત્રીનો જન્મ કરાવી માતા પુત્રીનો જીવ બચાવ્યો હતો. તેમજ રેડક્રોસ સંસ્થા સાથે મળીને હજારો ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવેલ જેમના માટે તેઓને રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થયેલ.આ ઉપરાંત લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કનું નેતૃત્વ કરતાં સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં સૌથી વધારે નેત્રદાન તથા સૌથી વધારે દેહદાન સ્વીકરવા માટે તેઓને દ્વિતીય રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થયેલ છે.
આ ઉપરાંત સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે 1992થી 2021સુધી સૌથી લાંબી ફરજ નિભાવવા બદલ તેમજ હોમગાર્ડઝ થકી અનેકવિધ સેવકાર્યો કરવા બદલ તેઓને તૃતીય રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થયેલ છે. ત્યારે2019-20 દરમ્યાન ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીમાં સમગ્ર દેશમાં સૌથી વધારે નેત્રદાન, દેહદાન તથા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા વધારે બ્લડ યુનિટ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર દેશના ફક્ત બે અને ગુજરાતના માત્ર એક એવા ડો. પ્રફુલ્લભાઈ શિરોયા સાહેબ મહામહીમ રાષ્ટ્રપતિના વરદહસ્તે ચતુર્થ રેડક્રોસ ગોલ્ડ મેડલ અનાવરણ કરવાની જાહેરાત કરેલ હોય ત્યારે શહેરની અનેકવિધ નામાંકિત સંસ્થાઑ જેવી કે, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સમસ્ત પાટીદાર સામાજ, રાજ્યના વિવિધ હોમગાર્ડઝ યુનિટો, કિરણ હોસ્પિટલ, પ્રાણનાથ હોસ્પિટલ તથા અનેક ધાર્મિક સંસ્થાઑ તેમજ સમગ્ર ગુજરાતના સંત સમાજ દ્વારા સાહેબ શ્રીને શુભેચ્છાઑ ની સાથે અભિનંદન પાઠવવામા આવેલ તેમજ અત્યાર સુધી 85000 ચક્ષુદાન મેળવવા તેમજ 176 વખત પોતે રક્તદાન કરવાનો કીર્તિમાન સાહેબના નામે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ ચોર્યાસી તાલુકા બ્રાન્ચના-સુરતના તમામ પદાધિકારી-સ્ટાફ તરફ થી ડો. પ્રફુલ્લ શિરોયાને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *