એલએન્ડટી અને વીએ પ્રાયોગિક ધોરણે ખાનગી એલટીઇ નેટવર્ક સ્થાપિત કરવા જોડાણ કર્યું

વેપાર જગત
Spread the love

મુંબઈ, 29 માર્ચ, 2022: એલએન્ડટી સ્માર્ટ વર્લ્ડ એન્ડ કમ્યુનિકેશન (એસડબલ્યુસી) અને વોડાફોન આઇડિયા લિમિટેડ (વી)એ ભારતમાં ખાનગી એલઇટી એન્ટપ્રાઇઝ નેટવર્કનો યુઝ કેસ સ્થાપિત કરવા જોડાણ કર્યું છે. બંને કંપનીઓ ગ્રૂપ બિઝનેસ એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના ‘એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’ હઝિરા (સુરત)માં પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (પીઓસી)ને વેગ આપશે.
એલએન્ડટી એસડબલ્યુસી અને વીએ સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ પર હાલ ચાલુ 5જી પરીક્ષણોના ભાગરૂપે જાહેર સલામતી, સ્માર્ટ અને કનેક્ટેડ હેલ્થના ક્ષેત્રોમાં 5જી યુઝ કેસોનું પરીક્ષણ કરવા પણ જોડાણ કર્યું છે. બંને કંપનીઓએ એલએન્ડટીના સ્માર્ટ સિટી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આઇઓટી, વીડિયો એઆઈ ટેકનોલોજીસ પર 5જી યુઝ કેસનું પરીક્ષણ કરવા અને માન્યતા આપવા જોડાણ કર્યું છે. ભારતમાં ટેલીકોમના આધાર પર નિર્મિત મજબૂત પાયાથી સંચાલિત ઇન્ડસ્ટ્રી 4.0 દુનિયાભરમાં ઉત્પાદનમાં ક્રાંતિ લાવે છે, જે અદ્યતન આઇઓટી અને સંલગ્ન ઉપકરણોનો ઉપયોગ કરે છે.
લાર્સન એન્ડ ટૂબ્રોના હોલ ટાઇમ ડિરેક્ટર અને ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ જે ડી પાટિલે કહ્યું હતું કે, “અમારું માનવું છે કે, ખાનગી એન્ટરપ્રાઇઝ નેટવર્ક્સ અહીં જળવાઈ રહેશે, એની કામગીરી વધશે અને ઇન્ડસ્ટ્રી 4.0 વૃદ્ધિના માર્ગે અગ્રેસર થવા વ્યવસાયોને પરિવર્તન કરવામાં મદદરૂપ થશે. અમે આ ટેકનોલોજીને લઈને રોમાંચિત છીએ અને એ જાળવી રાખવાની ખાતરી આપીએ છીએ તથા અમારા પાર્ટનર વોડાફોન આઇડિયા સાથે ભારતીય ઉદ્યોગસાહસોના ડિજિટાઇઝેશન પર આશાવાદી છીએ.”

ઉદ્યોગસાહસિકોને ઇનોવેટિવ અને વિશ્વસનિય ટેલીસંચાર સેવાઓ પ્રદાન કરવામાં પોતાની ઊંડી કુશળતાઓ સાથે વીબિઝનેસ મુખ્ય ઔદ્યોગિક કંપનીઓ સાથે જોડાણો અને પરીક્ષણો દ્વારા ભવિષ્ય માટે સજ્જ ઉદ્યોગ માટે તૈયારી કરી રહી છે. આ પરીક્ષણો વી અને એના પાર્ટનર્સને સમાજને અસર કર્યા વિના અને સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા સ્પેક્ટ્રમના અસરકારક વપરાશ સાથે ભારતકેન્દ્રિત ખાનગી એલટીઇ યુઝ કેસ વિકસાવવાની સુવિધા આપશે.
વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ એન્ટરપ્રાઇસ બિઝનેસ ઓફિસર અરવિંદ નેવાટિયાએ કહ્યું હતું કે, “એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સમાં માર્કેટ લીડર તરીકે વી બિઝનેસે વ્યવસાયોને વૃદ્ધિ કરવા અને આ ડાયનેમિક ડિજિટલ ઇકોસિસ્ટમમાં પોતાને નવેસરથી પ્રસ્તુત કરવા સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે. અમે નોકિયામાંથી ટેકનોલોજી એન્ટરપ્રાઇસ પર આધારિત ભવિષ્ય માટે તૈયાર 5જી નેટવર્ક માળખા પર અદ્યતન માળખા સાથે ખાનગી એલટીઇ માટે સંપૂર્ણ સોલ્યુશન ઊભું કરવા એલએન્ડટી સ્માર્ટ વર્લ્ડ એન્ડ કમ્યુનિકેશન સાથે જોડાણ કરીને ખુશ છીએ. આ જોડાણ ભારતમાં ઇન્ડસ્ટ્રી 4.0ની ઝડપી સ્વીકાર્યતાને વેગ આપીને ભવિષ્યના ઉદ્યોગસાહસો માટે સોલ્યુશનો પ્રદાન કરવાની અમારી ક્ષમતા પ્રદર્શિત કરશે. અમને ખાતરી છે કે, આ પાયલોટ પ્રોજેક્ટ એલએન્ટીના એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ ઉત્પાદન સુવિધામાં પરિવર્તન અને ફેરફારો લાવશે, ભવિષ્યમાં કામગીરી વધારવા નવી સંભવિતતા ઊભી કરશે.”
સાતત્યપૂર્ણ આઇટી/ઓટી સંકલનના વિવિધ અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનોલોજી સોલ્યુશન્સ ધરાવતી એલએન્ડટી એસડબલ્યુસી નેટવર્કની ડિઝાઇન તૈયાર કરશે, એનો અમલ કરશે, એનું પરીક્ષણ કરશે અને એને માન્યતા આપશે તેમજ એના પર યુઝ કેસને સંતોષકારક રીતે સ્થાપિત કરશે.

સીનિયર વાઇસ પ્રેસિડન્ટ, હેવી એન્જિનીયરિંગના હેડ અને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર અનિલ વી પરબે કહ્યું હતું કે, “અમે ‘એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’માં અમારા એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ વર્ક્સમાં ઔદ્યોગિક ઉપયોગિતા માટે ખાનગી એલટીઇ નેટવર્કના પરીક્ષણ માટે વિસ્તૃત પીઓસી હાથ ધર્યા છે. અમને ખાતરી છે કે, એલટીઇ અમને સંવર્ધિત જોડાણ/કવરેજના લક્ષ્યાંકને પાર પાડવા મદદરૂપ થશે અને ઇન્ડસ્ટ્રી 4.0ની વિવિધ ઉપયોગિતામાં આઇઓટીનો ઉપયોગ કરીને મહત્તમ ઓટોમેશન તરફ અગ્રેસ્ર થવાની ક્ષમતા પણ પ્રદાન કરશે.”
નોકિયાની ટેકનોલોજી પર આધારિત ખાનગી એલટીઇ પીઓસી મોટા પાયે મશીનરી, સંલગ્ન ઉપકરણો અ આઇઓટીનું સંકલન કરીને કવરેજ, સંચાર અને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરશે, જે એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ ઉત્પાદન સુવિધામાં અતિ સચોટ ઉત્પાદન પ્રક્રિયાઓના સંબંધમાં મહત્વપૂર્ણ છે.

નોકિયામાં વોડાફોન આઇડિયા સીટીના હેડ પ્રશાંત મલ્કાનીએ કહ્યું હતું કે, “અમને ભારતમાં પ્રથમ ખાનગી વાયરલેસ નેટવર્ક પૈકીનું એક નેટવર્ક ઊભું કરવા વી બિઝનેસ અને એલએન્ડટી એસડબલ્યુસી સાથે જોડાણ કરવાની ખુશી છે. અમારું ઉદ્યોગમાં અગ્રણી ખાનગી વાયરલેસ સોલ્યુશન એલએન્ડટીની ઉત્પાદન સુવિધાને સ્કેલેબિલિટી, ફ્લેક્સિબિલિટી, સંવર્ધિત ઉત્પાદકતા, કાર્યકારી કાર્યદક્ષતા અને એના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવા પર્યાપ્ત કવરેજ ઓફર કરશે. અદ્યતન ખાનગી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરીને એલએન્ડટીની ઉત્પાદન સુવિધા એની પ્રક્રિયાઓનું ઓટોમેશન કરવા અને નવા ઇન્ડસ્ટ્રી 4.0 યુઝ કેસને ચકાસવા સક્ષમ બનશે.”
એલએન્ડટી સ્માર્ટ વર્લ્ડ નેટવર્ક ડિઝાઇનિંગ એન્ડ રોલઆઉટલ, સાયબર સીક્યોરિટી અને વર્ચ્યુલાઇઝ નેટવર્ક (ઓરાન)માંથી ખાનગી 5જી શરૂ કરવા માટે પ્રી-પેકેજ ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરશે. સિસ્ટમ ઇન્ટિગ્રેટેર તરીકે કમ્યુનિકેશન ક્ષેત્રમાં એની કુશળતા એને એન્ટરપ્રાઇઝ પરિવર્તન માટે સંપૂર્ણ સોલ્યુશન્સ પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *