
સુરત, 29 માર્ચ : આજ રોજ સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગ દ્વારા સરકારી અનાજમાં થતી કાળા બજારી રોકવા તથા તેવા માફીયાઓ સામે ફોજદારી પાસા હેઠળ કાર્યવાહી કરવા સુરત કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું. આવેદન સાથે વધુમાં જણાવેલ કે, સરકારી અનાજની દુકાનદાર અને અનાજ માફીયાઓની મીલીભગતને કારણે રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી ઓછો જથ્થો અનાજ આપવામાં આવે છે તેવા ઈસમો સામે તેમજ તાજેતરમાં લિંબાયતમાં તાજેતરમાં 400 કટ્ટા સરકારી અનાજ પકડાયેલ તેમાં સંડોવાયેલ હોય તેવા તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ ગરીબોને મળવાપાત્ર પૂરેપૂરું અનાજ દરેક નાગરિક ને મળે અને તેમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તેવી ગોઠવણ કરવામાં આવે.

આવેદન પત્ર આપતા સમયે સુરત કોંગ્રેસના આગેવાનો કલ્પેશ બારોટ, હરીશકુમાર સુર્યવંશી, શૈલેષ રાયકા, અરશદ કલ્યાણી, જલપા ભરૂચી ,રાજુ ભરુચી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત