સુરત : ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા મહિલા સાહસિકોને સાયબર સુરક્ષા વિશે માહિતગાર કરવા સેમિનાર યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 29 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા મહિલા સાહસિકોના વ્યાપાર અને ઉદ્યોગલક્ષી તમામ કેટેગરીના ડેટાને ચોરી અને નુકસાનીથી સુરક્ષિત રાખવાના હેતુથી બુધવાર, તા.30 માર્ચ, 2022ના રોજ સાંજે 4 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘મહિલાઓ માટે સાયબર સુરક્ષા’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે સર્ટબરના નેટવર્ક પેન્ટેસ્ટર તેમજ એમેઝોન પ્રિન્સેસ ઇન સાયબર સિકયુરિટી (APC-India) ના એમડી સુમન કાલેના દ્વારા મહિલા સાહસિકોને સાયબર સિકયુરિટીમાં કારકિર્દીની તકો, સાયબર સુરક્ષા પાછળનું મનોવિજ્ઞાન તથા એના માટેના જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.આ સેમિનારમાં જોડાવવા માટે ગુગલ લીન્ક bit.ly/cybersecurityforfemale પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *