નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓનું તાલીમ દ્વારા પુન:સ્થાપન કરવાની યોજના

સામાજીક
Spread the love

સુરત,30 માર્ચ : રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય પૂરું પાડતી યોજના અમલી છે, જેમાં 18થી 40ની ઉંમરના લાભાર્થી નિરાધાર વિધવાઓને તાલીમ આપી પુન:સ્થાપન કરવા તા.1-8-03ના સુધારા ઠરાવથી યોજનામાં સ્વરોજગારલક્ષી તાલીમ આપ્યા બાદ સ્વનિર્ભર બનાવી પુન:સ્થાપન કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
રાજ્ય સરકારની આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને મળવાપાત્ર છે. લાભાર્થીઓ નિરાધાર ગંગાસ્વરૂપ સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ. તેમણે ટુંકાગાળાની સ્વરોજગારલક્ષી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે. જયારે, સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા રૂા. 5000/- ની મર્યાદામાં સાધન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે. સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખુટતી રકમ તાલીમી સંસ્થા મારફત બેન્ક લીંકેજ દ્વારા પુરુ પાડવાનો સઘન પ્રયત્નો કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *