
સુરત, 30 માર્ચ : સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ટ્રેક વચ્ચે એક મહિલાની લાશ મળી હતી.પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.મહિલાની હત્યા કરીને લાશ અહી ફેકી દેવામાં આવી હતી.પોલીસે મૃતક મહિલા કોણ છે. તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરુ કરી હતી.પોલીસે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા.જેમાં મૃતક મહિલાની સાથે એક યુવાન અને એક નાની બાળકી સતત બે દિવસ સુધી ઉધના રેલવે યાર્ડમાં દેખાયા હતા.પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગુનો કરીને બિહાર ભાગી ગયો છે.જેથી પોલીસે એક ટીમ બિહાર મોકલી હતી અને આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદને દબોચી લીધો હતો.

આરોપીની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે મૃતક મહિલા તેની મામી હતી અને તેની સાથે તેને પ્રેમ હતો.તે બને વચ્ચે અનૈતિક સંબંધો હતા.જેના કારણે તેની મામી ગર્ભવતી બની હતી.સમાજમાં તેનું નામ ખરાબ થશે તે ભયથી તેણે તેની પ્રેમિકા કમ મામીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.તેની મામીની 2 વર્ષની માસુમ બાળાને સુરત રેલ્વે સ્ટેશન બહાર છોડી પોતે બિહાર ભાગી ગયો હતો.જે બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી.પોલીસે આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી અને જેના પરિણામે હત્યારો ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ ગયો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત