સુરત, 31 માર્ચ : નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, સુરત દ્વારા 3 એપ્રિલ- રવિવારે સવારે 9 થી 1 કલાક દરમિયાન પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત અલખધામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી આયુષ મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં ચામડી, સ્ત્રીરોગ, વંધ્યત્વ, બાળરોગ, ડાયાબિટીસ, જનરલ રોગો સહિતની બિમારીઓના તજજ્ઞ આયુર્વેદ અને હોમીયોપેથી તબીબો દ્વારા નિ:શુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવશે. કેમ્પમાં પ્રકૃત્તિ પરીક્ષણ, સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન, વનૌષધિ પ્રદર્શન પણ યોજાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત