સુરત : કામરેજ તાલુકાના નવાગામ ખાતે પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 31 માર્ચ : કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિરના સભાગૃહમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે નેશનલ હેલ્થ મિશનના ANM અને સરપંચોને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી પરમાણું ઊર્જાનું આગવું મહત્વ સમજાવ્યું હતું.

ડો.નિલમ ગોયલે જણાવ્યું હતું કે ભારતે સફળતાપૂર્વક “નવ નવરત્નો સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજના” અને “દરેક જિલ્લામાં સ્માર્ટ મોડ્યુલર પ્લાન્ટ્સની સ્થાપના”ના બે નવા આયામો સર કર્યા છે. જેમાં ભારતના દરેક ગામ-શહેરની પાણી અને ઊર્જામાં આત્મનિર્ભરતા અને રોજગારી માટે અસરકારક અમલીકરણ મુખ્ય છે. જેના થકી વર્ષ 2030 સુધીમાં ભારતના ગ્રામીણ પરિવારોની વાર્ષિક સરેરાશ આવક રૂ. 9 થી 15 લાખની વચ્ચે પહોંચવા અને 2030 સુધીમાં ભારત એશિયા ખંડમાં ટોચના સ્તરે પહોંચવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. દરેક જિલ્લામાં સ્માર્ટ મોડ્યુલર પ્લાન્ટની સ્થાપનાથી જિલ્લાના તમામ ઉદ્યોગો, રેલવે સહિતના પ્રકલ્પોને વધુ ઊર્જાની જરૂર હોય છે, તે ટકાઉ રીતે મેળવી શકશે. આ પ્લાન્ટ્સ પાણીમાંથી હાઇડ્રોજન ગેસ પણ બનાવી શકશે, જે કોલ-ડીઝલ-પેટ્રોલ-ગેસની અછતને પૂરી કરશે. ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે પાણી શુદ્ધિકરણ અને ડિસેલિનેશનનું કામ પણ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પંપ, ઘરો-ઓફિસો-શેરી-રસ્તાઓ વગેરેને લાઇટ કરવા માટે સોલાર પેનલના રૂપમાં સૌર ઉર્જા વીજળી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત બનશે. ભારતમાં, જો દર વર્ષની કુલ સૌર ઉર્જા સંપૂર્ણપણે વીજળીમાં રૂપાંતરિત થાય તો પણ 130 કરોડની વસ્તીમાં દરેક વ્યક્તિને એક વર્ષમાં સરેરાશ 1000 યુનિટ વીજળી મળશે. જ્યારે ભારતને હાલમાં ઓછામાં ઓછા 5000 યુનિટ વીજળીની જરૂર છે.પરમાણુ ઊર્જા સાથેના સ્માર્ટ મોડ્યુલર પ્લાન્ટ બેઝલોડ પાવર સપ્લાય કરવામાં મદદરૂપ થશે. અને બાયો એનર્જી પ્લાન્ટ્સ ગ્રામીણ વિસ્તારોના ઘરોને ખૂબ જ સસ્તો રાંધણ ગેસ પૂરો પાડવામાં નિમિત્ત બનશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકએમ.બી.પ્રજાપતિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ઊર્જા શપથ લીધા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *