
સુરત, 3 એપ્રિલ : સુરત શહેરના સીમાડા વિસ્તારમાં રવિવારે સવારે 7:30થી 10:30 વાગ્યે સદગુરૂ સદાફલદેવજી મહારાજદંડક્વન આશ્રમ વાંસદા પ્રેરીત સ્વર્વેદ યાત્રાનું આયોજન કરવમાં આવ્યું હતું. ” ચાલો આધ્યાત્મિકતાના પથ પર ” ના નારા સાથે આ યાત્રા સીમાડા વિસ્તારના વિવિધ માર્ગો પર ફરી હતી.યાત્રામાં પુરુષો સફેદ વસ્ત્રમાં જોડાયા હતા.જયારે મહિલાઓ દ્વારા તેમના મસ્તક પર ” સ્વર્વેદ” ધરાણ કરવામાં આવ્યો હતો.યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો જોડાયા હતા.સફેદ ધજા સાથે આધ્યાત્મિક સંગીત સાથે નીકળેલી આ યાત્રાના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાયું હતું. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સદગુરૂ સદાફલ મહારાજે હિમાલયની ગુફામાં 17 વર્ષની તપશ્ચર્યાકરી આત્માથી પરમાત્મા પ્રાપ્તિ સુધી પહોંચવાના જ્ઞાનને ” સ્વર્વેદ ” નામના ગ્રંથમાં લિપિ બધ્ધ કર્યુ છે.તે જ્ઞાનના પ્રચાર પ્રસાર અર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે સાંજે 5 કલાકથી શહેરના સરથાણા, ગઢપુર રોડ સ્થિત મંગીબા ફાર્મ ખાતે સુરત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા વિહંગમ યોગ સત્સંગ સમારોહ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમના સ્થળે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ઉત્તરપ્રદેશ સ્થિત વારાણસી ખાતે સ્વર્વેદ મહામંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.જ્યાં હાલ વિશ્વના સૌથી વિશાળ આધ્યાત્મિક કેન્દ્રનું નિર્માણ થઇ રહ્યું છે.જેમાં, એક સાથે 20 હજાર લોકો એક સાથે બેસીને યોગસાધના સહિત વિવિધ પ્રકારની આધ્યાત્મિક ચેતના સાથે જોડાઈ શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ થઇ રહ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત